Saturday, January 3, 2009

Nice poem

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે...
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે...
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે...
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે...
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે...
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે..

Poem I like

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને

છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે

સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને

પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ,

કહો કેમ કરી ઊતરવું પાનું?

મૂંગા રહીએ તો તમે કારણ માનો ને,

હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે

હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ,

થઇ ચાલતી દીવાલ થકી ઇંટો ?

ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો,

કેમ કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે

હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?

- હરિન્દ્ર દવે